સ્વામિનારાયણ મંદિર, સે-૨૩ માં ધો. ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને શુભેચ્છા કાર્યક્રમ
તા.૨૭.૦૩.૨૦૨૨ ને રવિવારે સવારે ૧૦.૩૦ વાગ્યે શ્રી સ્વામિનારાયણ મંદિર સેકટર-૨૩ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨માં પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થી ભાઈ-બહેનોને શુભેચ્છા-આશીર્વાદ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. સહુ વિદ્યાર્થી ભાઈ-બહેનો ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી શકે તેવા શુભાશીર્વાદ સાથે શર્કરા અને પેન પૂ.ગુરુજીના હસ્તે આપી પ્રેરણાબળ પુરૂ પડાયું હતું.