❛સંપ્રદાયની સૌ પ્રથમ પુલહાશ્રમ યાત્રા❜
આજનો મધુર યાદગાર દિવસ એટલે કે સંપ્રદાયના એક સંત કે જેઓએ સ્વામિનારાયણ ભગવાન પછી સંપ્રદાયમાંથી સૌ પ્રથમ પુલહાશ્રમની એ પવિત્ર ભૂમિ ઉપર જઇ વંદન કર્યા…
તે દિવસ એટલે કે
૨૦ મે ૧૯૬૭, શનિવાર
વૈશાખ સુદ -૧૧, મોહિની એકાદશી.
આજથી બરાબર 55 વર્ષ પહેલાં ઇષ્ટદેવ વર્ણીરાજને અંતરમાં ધારી અનેક મુશ્કેલીઓ – વિટંબણાઓને પાર કરી હિમાલયની એ ગિરીગહરાઓમાં ચાલતા, પડતા, આખડતા, ભૂખ્યા, તરસ્યા પોખરા થી ૭ દિવસે પુલહાશ્રમની ધરતી ઉપર પહોંચ્યા કે જ્યાં ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને વર્ણીરાજ સ્વરૂપે ચાર મહિના તપ કરેલું…
એ સંત એટલે કે
❛પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિકેશવદાસજી❜
આ સંતના ચરણોમાં વંદન…
શ્રી સ્વામિનારાયણ મંદિર
સેકટર-૨૩, ગાંધીનગર.
www.hkshastri.org