સેવા સત્કાર્યો : વિદ્યાર્થી સહાય –
શ્રી સ્વામિનારાયણ મંદિર, સેક્ટર ૨૩, ગાંધીનગર
સ્વામિનારાયણ મંદિર, સે-૨૩ દ્વારા વિવિધ શાળાઓમાં વિના મૂલ્યે અભ્યાસ કીટ, ચોપડા વિતરણ.
ગાંધીનગરનાં સૌ પ્રથમ સ્વામિનારાયણ મંદિર, સેકટર-૨૩ દ્વારા પૂ.શાસ્ત્રી સ્વામીશ્રી હરિકેશવદાસજીની પ્રેરણાથી બહુવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે. તે અંતર્ગત આ વર્ષે ગાંધીનગર જીલ્લાના નવા પીંપળજ તથા જુના પીંપળજ તેમજ બાપુપુરા ઉપરાંત અમદાવાદમાં સાબરમતી સરકારી શાળા નંબર-૭ અને ૮ના ૬૦૦ વિદ્યાર્થીઓ તેમજ અમદાવાદ જીલ્લાના બાન્ટાઈ તથા મહેસાણા જીલ્લાના મરતોલી તથા પાટણ જીલ્લાના છમીછા ગામની માધ્યમિક તથા પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફૂલસ્કેપ ચોપડા, નોટબુકો, પેનો, પેન્સિલો, બીસ્કીટ પેકેટ વગેરેનું વિતરણ કરાયું હતું.
મંદિરનાં પ્રણેતા પૂ.શાસ્ત્રી સ્વામીશ્રી હરિકેશવદાસજીના ૮૯મા જન્મદિવસ નિમિતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસ અને શૈક્ષણિક પ્રોત્સાહન મળી રહે તેવી શુભ ભાવનાથી મંદિરના સંત પૂ.શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રિયદાસજી તથા મંદિરના યુવા સ્વયં સેવક હરિભક્તોની ટીમ સાથે મળી સ્કુલોમાં જઈ આ ઉમદા સેવા કાર્ય કરે છે. નિસ્વાર્થ ભાવે થતી આ શિક્ષણ સહાય પ્રવૃત્તિને શાળાના સંચાલકો, શિક્ષકો તથા વાલીઓ લાગણી સભર આભાર સહ બિરદાવે છે.