एक पेड़ माँ के नाम.. વૃક્ષારોપણ કાર્યક્રમ
આપણા પાટનગર ગાંધીનગરના ૬૦મા સ્થાપનાદિન પ્રસંગે સે-૨૩, સ્વામિનારાયણ મંદિર દ્વારા પૂ. શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રિયદાસજીની પ્રેરણા તથા માર્ગદર્શન મુજબ ૬૦ વૃક્ષોના વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગાંધીનગર વિધાનસભાના ધારાસભ્ય માનનીય શ્રીમતી રીટાબેન પટેલ તથા ગાંધીનગર મહાનગરપાલિકાના મહિલા અને બાલ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રીમતી હેમાબેન ભટ્ટ તથા બાગાયત સમિતિના ચેરમેન શ્રીમતી સોનાલીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મંદિરના હરિભક્ત ભાઇઓ-બહેનોની સાથે તેઓશ્રીએ પણ તેમના શુભ હસ્તે વૃક્ષારોપણ કર્યું હતું. અને પ્રાસંગિક વક્તવ્યમાં માનનીય શ્રીમતી રીટાબેન પટેલે વધતી જતી ગરમીની ચિંતા અને એના ઉપાયમાં આપણા ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ એ આપેલ एक पेड़ माँ के नाम.. વૃક્ષારોપણ કાર્યક્રમને સાર્થક કરવા બદલ સ્વામિનારાયણ મંદિરના આયોજનની પ્રસંશા કરી હતી. અને વધુ ને વધુ ગાંધીનગરને હરિયાળું બનાવીએ એવી હરિભક્તો અને જનતાને રજૂઆત કરી હતી. તથા આ પ્રસંગે ગાંધીનગરના સૌ પ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિર, સેકટર-૨૩ ના સ્થાપક શ્રી સ.ગુ. શાસ્ત્રી સ્વામીશ્રી હરિકેશવદાસજીને યાદ કરી પૂ. શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રિયદાસજીએ ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.
#greencitygandhinagar #greengandhinagar #treeplantation #vruksharopan #ekpedmaakenaam #ekpedmaakenaamcampaign #swaminarayanmandirgandhinagar #hkshastri23 #shastriharipriyaswami